ભરૂચનાં વાલિયા તાલુકાનાં ઇટકલા ગામમાં આવેલી પારસીની જમીન પચાવી પાડવાનાં કૌભાંડમાં તલાટી-કમ-મંત્રી સહીત ચાર ઈસમો સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં અઆવી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, નવસારીનાં જુના ST ડેપો સામે આવેલ ચાર પુલ કે.કે.પ્લાઝા ખાતે રહેતા કેરસી દોરાબજી હરમસજી વરિયાવાની વડીલો પાર્જીત જમીન વાલિયા તાલુકાનાં પાતલ ખાતે આવેલ છે.
જોકે જેઓના મામા ભીખાજી અરદેસર બેહારામજી ભરૂચાની પત્ની જરબેન વાલિયાનાં ઇટકલા ગામ ખાતે રહેતા હતા અને જેઓના ખાતા નંબર-255 બ્લોક નંબર-233-અ નવો બ્લોક નંબર-075 જમીન આવેલ છે જેઓ દંપતી નિઃસંતાન હોવાથી વર્ષ-1985-85માં વાપી ખાતે આવી ગયા હતા તે વેળા ગામના રાજેન્દ્રસિંહ મોતીસિંહ રાઠોડ ગેરલાભ લઇ ગ્રામ પંચાયતના તલાટી સાથે મેળાપીપણામાં 30-9-૧૯૮૯નામાં બનાવટી મહેસુલ પાવતીઓ રજુ કરી રેકર્ડમાં સરકારી દફતરે ખેડ હક્ક તરીકે અરજી આપી પોતાનું નામ દાખલ કરાવ્યું હતું.
ત્યારબાદ જનકબેન ભરૂચા અને ભીખાજી અરદેસર બેહારામજી ભરૂચા અવસાન થયું હતું ત્યારબાદ જમીનું ખેડાણ કરતા રાજેન્દ્રસિંહ રાઠોડ અને તેના પુત્ર યુવરાજસિંહ રાઠોડ તેમજ જનકબેન રાજેન્દ્રસિંહ રાઠોડએ ખોટું વિલ નામું દાખલ કરી જમીન પચાવી પાડવાના કૌભાંડ આચર્યું હતું. બનાવ અંગે વાલિયા પોલીસે તલાટી-કમ-મંત્રી સહીત ચાર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500