Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Complaint : નજીવી બાબતે સગર્ભા પર હૂમલો કરનાર 4 જણા સામે પોલીસ ફરિયાદ

  • September 20, 2022 

ભરૂચનાં ડભાલી કોઠી ગામે રહેતી એક સગર્ભા તેમના ઘર પાસે બાંધેલાં બકરાઓની ગંદકી પાણી નાંખી સાફ કરી રહ્યાં હતાં. તે સમયે તેમની પાડોશીએ તમે ‘ગંદુ પાણી અમારી તરફ ફેંકો છો’ કહીં તકરાર કરી હતી. ત્યારબાદ તેનું ઉપરાંણુ લઇ ચાર જણાએ સગર્ભા પર હૂમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. બનાવ અંગે નબીપુર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.




સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ભરૂચમાં આવેલ ડભાલી કોઠી ગામે રહેતાં માધવ હિંમત વસાવાએ પોલીસ મથકે ફરિયાદ આપતા જણાવ્યું હતું કે, તેમના પુત્ર રવિન્દ્રની પત્ની કાજલ સવારનાં સમયે તેમના ઘરના બાંધેલાં બકરાઓની ગંદકી પાણી નાંખી સાફ કરી રહી હતી. તે સમયે વરસાદ પણ થોડો ચાલી રહ્યો હતો.




જોકે તે દરમિયાન તેમના બાજુમાં રહેતાં કુંટુંબિક ભાઇની વહુ સોમી વિઠ્ઠલ વસાવાએ તેને અપશબ્દો ઉચ્ચારી તમે અમારા ઘર પાસે કેમ, ‘ગંદુ પાણી કાઢો છો’ તેમ કહીં તેને માર મારી હતી. કાજલ સગર્ભા હોવા છતાં તેને માર માર્યો હતો. સોમીનું ઉપરાણું લઇને વિઠ્ઠલ ચતુર વસાવા, સંદિપ વિઠ્ઠલ વસાવા, વનિતા સંદિપ વસાવાએ દોડી આવતી તેઓએ પણ પરિવાર પર હૂમલો કર્યો હતો. ઘટનામાં સગર્ભા કાજલની હાલત લથડતાં તેને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application