અંકલેશ્વર જી.આઇ.ડી.સી.ની મુંદ્રા ડેનિમ લિમિટેડ કંપનીમાં એસ.એસ.પાઇપની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા. જોકે તસ્કરો બાજુની શ્રીનાથજી કંપનીની દીવાલ કુદી પ્રવેશ્યા હતા અને અઢીથી 20 ફૂટની 45 થી 50 નંગ પાઇપ ચોરી કરી લઇ ગયા હતા.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અંકલેશ્વર જી.આઇ.ડી.સી.માં પ્લોટ નંબર 5901/2 પર આવેલ મુંદ્રા ડેનિમ પ્રાઇવેટ લિમિટેડ કંપની છેલ્લા 3 વર્ષથી બંધ છે. જે કંપનીની રખેવાળી માટે કંપની દ્વારા દિલીપ હીરાલાલ જોષી સોંપી છે જ્યાં કંપની દ્વારા 4 સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે.
જોકે કંપનીમાં ગત તા.15 જુલાઈનાં રાત્રીના સમયે તસ્કરોએ બાજુમાં આવેલ શ્રીનાથ કંપનીની દીવાલ કુદી કંપનીમાં પ્રવેશ્યા હતા અને કંપનીમાં અઢી ફૂટથી લઇ 20 ફૂટ સુધીની 45 થી 50 પાઇપ અંદાજે 700 થી 800 કિલો વજન રૂપિયા 80 હજારનાં મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
જયારે સવારે સિક્યુરિટી ગાર્ડએ દિલીપ જોશીને જાણ કરતા તેઓ કંપની ખાતે દોડી આવ્યા હતા અને સ્થળ તપાસ કરી તેમજ ગાર્ડની પૂછપરછ કરી ચોરીનાં બનાવ અંગે જી.આઇ.ડી.સી. પોલીસ મથકે ફરિયાદ નોંધી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500