ભરૂચનાં ભોલાવ ગામની પુષ્પક સોસાયટીમાં રહેતાં મહેન્દ્રસિંહ અર્જૂનસિંહ રહેવર જીએનએફસી કંપનીમાં પ્રોડક્શન વિભાગમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. જોકે તેઓ ગત તા.3 નવેમ્બરનાં રોજ સાંજે તેઓ તેમની પત્ની તથા પુત્ર સાથે તેમની કાર લઇને સાબરકાંઠા ખાતે આવેલાં વડાલી ગામે તેમની કુળદેવી ચામુંડા માતાજીના મંદીરે દર્શનાર્થે ગયાં હતાં.
જ્યાંથી તેઓ ગતરોજ સાંજે પરત આવ્યાં હતાં અને તેમના પુત્ર દવરાજે ઘરનો દરવાજો ખોલવા જતાં દરવાજાની જાળી ખુલી ન હતી અને ધ્યાનથી જોતાં દરવાજાનો નકુચો તુટેલો જણાતાં તેણે તેના પિતાને જાણ કરતાં તેઓએ પાછળના દરવાજે જઇ જોતાં તે દરવાજો ખુલ્લો જણાતાં ત્યાંથી તેમણે ઘરમાં પ્રવેશ કર્યો હતો.
જોકે ઘરમાં તેમના બેડરૂમમાં તેમજ ઉપરના માળે આવેલાં રૂમોમાં જોતાં તમામ સામાન વેરવિખેર પડેલો જણાયો હતો જેથી તેમણે તપાસ કરતાં તેમના ઘરમાંથી સોના-ચાંદીના રૂપિયા 1.76 લાખના દાગીનાની ચોરી થઇ હોવાનું માલુમ પડ્યું હતું. ઘટના અંગે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500