અંકલેશ્વરનાં કોસમડી ગામે રહેતી મહિલા તેના પુત્ર સાથે મહારાષ્ટ્ર ખાતે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે નીકળી હતી. તે દરમિયાન બસમાં મુસાફરી દરમિયાન તેમના રૂપિયા 13.50 તોલા સોનું તથા ચાર હજારની રોકડ રકમ ભરેલાં બે પર્સની ચોરી થઇ હોવાની પોલીસ ફરિયાદ નોંધાય છે. મળતી માહિતી અનુસાર, અંકલેશ્વરનાં કોસમડી ખાતે રહેતા 55 વર્ષીય રંજના પટેલ પોતાના પુત્ર પ્રફુલ સાથે ફોઈના દીકરા અરવિંદ પાટીલના પુત્રના લગ્નમાં મહારાષ્ટ્રનાં શાહદા જવા માટે ગત તા.1 ડિસેમ્બરના રોજ સવારે 5 વાગ્યાના સુમારે જીઆઇડીસી બસ ડેપો ખાતે આવ્યા હતા.
જ્યાં મહારાષ્ટ્ર તરફ જતી અંકલેશ્વર-દોડાઈચા એસ.ટી.બસમાં માતા અને પુત્ર બેઠા હતાં. બસમાં બેસ્યા બાદ રંજનબેન પોતાના પર્સ તપાસ તેમની પાસે રૂપિયા 4000 ભરેલ નાનું પર્સ તથા લગ્નમાં પહેરવામાં માટે પોતાની સાથે લીધેલા સોના દાગીના ભરેલું પર્સ ગાયબ જણાયું હતું અને પર્સ ગાયબ જણાતાં તેમણે બસનાં ડ્રાયવરને જાણ કરી હતી. જેથી બસને ડેપોમાં લઇને તપાસ કરવામાં આવી હોવા છતાં પર્સનો કોઇ પત્તો લાગ્યો ન હતો. એક તરફ ચૂંટણી ચાલી રહી હતી તો બીજી તરફ દાગીનાના જરૂરી બિલ ના હોવા થી જે તે વખતે માત્ર જાણવાજોગ ફરિયાદ કરી હતી. ત્યારબાદ રંજનબેન પટેલ દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે 13.5 તોલા સોનાના દાગીનાં અને 4 હજાર રોકડા મળી કુલ રૂપિયા 3,41,500/-ની ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application