અંકલેશ્વર GIDCમાં નવજીવન ગરબા ગ્રાઉન્ડ ઉપર મોબાઈલ પર ઇંગ્લેન્ડ-પાકિસ્તાનની ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમાડતા એક શખ્સને એલસીબી પોલીસે રંગે હાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર નોટીફાઈડ વિસ્તારમાં ભરૂચ એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન ટીમને નવ જીવન ગરબા ગ્રાઉન્ડ પાસે એક શખ્સ ઓનલાઇન ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડી રહ્યો હોવાની બાતમી મળી હતી.
જે બાતમીનાં આધારે એલસીબી પોલીસે નવજીવન ગરબા ગ્રાઉન્ડ ખાતે સર્ચ કરતા ચોક્કસ મળેલા નામ વાળો ઈસમ મહેન્દ્ર નટવર વાળંદ નામનાં ઈસમને ઝડપી પાડ્યો હતો. તે મોબાઈલ પર ભરૂચનાં નિકુંજ ઉર્ફે સીતારામ નામના શખ્સ સાથે સાંઠગાંઠ કરી ઇંગ્લેન્ડ અને પાકિસ્તાનની T20-20 મેચ પર ઓનલાઇન સટ્ટો રમાડી રહ્યા હતા.
આમ, પોલીસે મહેન્દ્ર વાળંદ પાસે રોકડ રૂપિયા 1,440/- તેમજ રૂપિયા 11 હજારની કિંમતનાં 3 નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 12,440/-નો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે નિકુંજ ઉર્ફે સીતારામને વોન્ટેડ જાહેર કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500