ભરૂચ એલસીબી પોલીસે ભરૂચ નેશનલ હાઇવે ઉપર લુવારા એચ.પી પેટ્રોલ પંપ સામેથી સુરત લઇ જવાતા વિદેશી દારૂનાં જથ્થા સાથે ચાલકને ઝડપી પાડ્યો હતો. આમ, પોલીસે કુલ 43.28 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, ભરૂચ એલસીબી પોલીસ મથકનો સ્ટાફ ભરૂચ નેશનલ હાઇવે ઉપર ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે, એક ટ્રક નંબર HR/67/A/2275માં વિદેશી દારૂનો જથ્થો વડોદરા તરફથી અંકલેશ્વર બાજુ જવાનો છે.
જે બાતમીનાં આધારે એલસીબી પોલીસનો સ્ટાફ નેશનલ હાઇવે ઉપર લુવારા એચ.પી પેટ્રોલ પંપ સામે વોચમાં હતો. તે દરમિયાન બાતમી વાળી ટ્રક આવતા પોલીસે તેને અટકાવી ટ્રકમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 13,920 નંગ બોટલ મળી આવી હતી. આમ, પોલીસે 33.21 લાખનો દારૂ અને 10 લાખની ટ્રક મળી કુલ 43.28 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો તેમજ રાજસ્થાનનાં બડનૈરના ટ્રક ચાલક શંભુસિંહ નાનુસિંહને ઝડપી પાડ્યો હતો તેમજ વિદેશી દારૂ મોકલનાર અને ટ્રક માલિક સહીત ત્રણ ઇસમોને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500