Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ફાર્મ હાઉસમાંથી વિદેશી દારૂનાં જથ્થા સાથે એક ઝડપાયો, એક વોન્ટેડ

  • December 06, 2022 

અંકલેશ્વર તાલુકાનાં ઉછાલી ગામની સીમમાં આવેલા ફાર્મમાં બનાવેલા ઓરડીમાંથી લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે દારૂનાં જથ્થા સાથે એક બુટલેગરને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, ભરૂચ LCBનાં PI અંકલેશ્વર શહેરની ટીમ તેમના વિસ્તારમાંથી બાતમી મળી હતી કે, અંકલેશ્વર તાલુકાનાં નેશનલ હાઇવે નંબર-48 તીરંગા હોટલની પાછળ ઉછાલી ગામની સીમમાં હસમુખ મંજીભાઇ વડોદોરિયાના કબ્જા ભોગવટાનાં ફાર્મમાં આવેલા ઓરડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઉતારી સંતાડી રાખ્યો હતો.​​​​​​​




જે બાતમીનાં આધારે પોલીસે તાત્કાલીક LCB ટીમે બાતમીવાળી જગ્યાઓ ઉપર રેડ કરી ફાર્મમાં બનાવેલી ઓરડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બીયરટીન નંગ 480 કિંમત રૂપિયા 48,000/-નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો. આમ, પોલીસે સ્થળ પરથી બુટલેગર હસમુખ મંજીભાઇ વડોદોરિયા (રહે.ઉછાલી ગામ, તા.અંકલેશ્વર) નાને ઝડપી પાડ્યો હતો, જ્યારે સુનીલ ઉર્ફે રાજુ (રહે.માંડવી, જિ.સુરત) નાને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application