Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પાલેજ ગામે વિદેશી દારૂનાં જથ્થા સાથે એક ઝડપાયો, એક મહિલા વોન્ટેડ

  • August 10, 2023 

ભરૂચ જિલ્લાનાં પાલેજ ગામે એક્ટિવા પર વિદેશી દારૂ લઈ જતો એક શખ્સ ઝડપાયો હતો, જ્યારે એક મહિલાને વોન્ટેડ જાહેર કરી પોલીસે કુલ રૂપિયા 52 હજારનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબમ પાલેજ પી.આઈ. સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન એક ઈસમ કાળા કલરની એક્ટિવામાં ઈંગ્લીશ દારૂ ભરીને ડુંગરીપાળ તરફ જનાર હોવાની બાતમી મળી હતી.


જેથી પોલીસની વોચમાં એક્ટિવા ચાલકને સાઈડમાં ઉભી રખાવી જોતાં એક્ટિવાનાં આગળના ભાગે પ્લાસ્ટીકની બેગ તેમજ મીણીયા થેલામાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં દારૂની કુલ 288 નંગ બોટલો મળી આવી હતી જેની કિંમત 28,800/- હતી. આમ, પોલીસે મુદ્દામાલ સાથે આરોપી સંદિપકુમાર ચંદ્રભુવન નિષાદની અટક કરી હતી તેમજ અંગ ઝડતીમાંથી રોકડા, 2 નંગ મોબાઇલ અને એક્ટિવા મળી કુલ રૂપિયા 52,820/-નો મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી, જયારે આ ગુનામાં પોલીસે મીનાબેન મહેશભાઈ માછીને વોન્ટેડ જાહેર કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application