Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : ઈંગ્લીશ દારૂનાં જથ્થા સાથે એક ઇસમ ઝડપાયો, મહારાષ્ટ્રનો એક ઈસમ વોન્ટેડ

  • August 12, 2022 

અંકલેશ્વર તાલુકાનાં સુરવાડી ગામેથી શહેર પોલીસે ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. જોકે પોલીસે કાર અને મોબાઈલ મળી કુલ રૂપિયા 1 લાખનો મુદ્દામાલ કબ્જે કરી મહારાષ્ટ્રનાં એક ઈસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર પોલીસ સ્ટાફનાં માણસો નાઈટ પેટ્રોલિંગ હતો. તે દરમિયાન સુરવાડી ગામે રહેતા રણછોડ ભીખા વસાવાના ઘરે એક ઈસમ કારમાં ઈંગ્લીશ દારૂ લાવી સગેવગે કરવા પેરવી કરી રહ્યા હોવાની બાતમી મળી હતી.





જે બાતમીનાં આધારે પોલીસે સ્થળ ઉપર રેડ કરતા કાર અને ઘરમાંથી 33 હજાર ઉપરાંતનો ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જોકે પોલીસે સ્થળ પરથી રણછોડ વસાવાને પકડી પાડી 60 હજારની કાર, 2 નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 1 લાખ 3 હજારનો મુદામાલ કબ્જે કરી મહારાષ્ટ્રના સાનપ સુધાકર નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application