Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડમ્પર અને રીક્ષા વચ્ચેનાં અકસ્માતમાં નવ લોકો ઈજાગ્રસ્ત

  • July 09, 2022 

વડોદરાનાં પાદરા ખાતે કણઝટ ગામે રહેતાં મુખ્તાર અબ્દુલ વ્હોરા જંબુસરથી માસરરોડ ચોકડી વચ્ચે પેસેન્જર છકડો ફેરવી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. જોકે ગતરોજ સવારનાં અરસામાં તેઓ જંબુસરથી તેમની છકડો રીક્ષામાં પેસેન્જરો બેસાડીને માસર રોડ ચોકડીએ જઇ રહ્યો હતો. તે દરમિયાન ઉચ્છદ ગામે પાદરા તરફથી આવી રહેલાં એક ડમ્પર ચાલકે તેનું ડમ્પર પુરઝડપે હંકારી લાવી એક બાઇક પર સવાર બે યુવાનોને ટક્કર મારી હતી.




ત્યારબાદ ડમ્પર તેમની તરફ આવતું જણાતાં મુખ્ત્યારે તેની રીક્ષા સાઇડમાં દબાવાની કોશિશ કરી હતી. જોકે ડમ્પર ચાલક ડમ્પરની કાબુમાં ન કરી શકતાં તેણે મુખ્ત્યારની રીક્ષાને પણ ટક્કર મારી દેતાં રીક્ષામાં બેસેલાં મુસાફરોને ઇજાઓ થઇ હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે 108ની મદદથી જંબુસર રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જે પૈકી બાઇક ચલાવનાર યુવાનને વધુ સારવાર માટે વડોદરા એસએસજી ખાતે ખસેડાયો હતો. જ્યારે પાછળ બેસેલાં અનિકેતસિંહ બલભદ્રસિંહ છાસઠિયા (રહે.છીદ્રા) નાને ગંભીર ઇજાઓ થઇ હતી. બનાવ અંગે વેડચ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application