અંકલેશ્વર શહેર પોલીસે છાપરા પાટિયા પર ફોન ગેરેજમાં શંકાસ્પદ 5 મોબાઈલ મળી આવ્યા હતા. જોકે સી.કે.પટેલ કોમ્પ્લેક્સમાં આવેલ મોબાઈલ ગેરેજનાં સંચાલક પાસે 5 મોબાઈલના જરૂરી આધાર પુરાવા માંગતા ના મળી આવ્યા હતા. આમ, પોલીસે 5 મોબાઈલ કિંમત રૂપિયા 35 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને મોબાઈલ દુકાનદારની અટક કરી પૂછપરછ હાથ ધરી હતી.
બનાવની વિગત એવી છે કે, અંકલેશ્વર શહેર પોલીસની સર્વેલન્સ સ્કોર્ડની ટીમ છાપરા પાટિયા-અંદાડા રોડ પર પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ચોકસ રાહે બાતમી મળી હતી કે, અંદાડાના છાપરા પાટિયા પાસે આવેલ સી.કે.કોમ્પ્લેક્સમાં ફોન ગેરેજનો દુકાન સંચાલક રીપેરીંગમાં આવેલા ફોન બિલ અને જરૂરી મોબાઈલ બીલો વગર વેચાણ કરી રહ્યો છે.
જે આધારે પોલીસે દુકાનમાં સર્ચ કરતા દુકાન માંથી 5 જેટલા મોબાઈલ મળી આવ્યા હતા પોલીસે અલગ-અલગ કંપનીમાં 5 મોબાઈલ અંગે દુકાન સંચાલક દીપેન નીતિન કુમાર ઠક્કર પાસે જરૂરી બીલો માગતા તેના સંતોષકારક જવાબ ના આપી ગલ્લા-તલ્લા કરવા લાગ્યો હતો. જે આધારે પોલીસે વિવો અને રિયલમી કંપની ના 5 મોબાઈલ મળી કુલ રૂપિયા 35 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500