Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાલિયામાં વીજ કંપનીની ટીમએ રૂપિયા 1.14 લાખની વીજ ચોરી ઝડપી પાડી

  • March 16, 2023 

ભરૂચનાં વાલિયામાં વીજ કંપનીની ટીમોએ સધન ચેકિંગ કરી રૂપિયા 1.14 લાખની વીજચોરી ઝડપી પાડી છે. જોકે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકેલી ટીમોએ 209 જેટલા વીજ જોડાણો તપાસ્યાં હતાં તેમાં 14માં ગેરરિતી બહાર આવતાં તેમની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, ભરૂચ જિલ્લામાં વીજ કંપનીની ટીમો બાકી વીજ બિલોની ઉઘરાણી તથા વીજ ચોરીને રોકવા માટે કાર્યવાહી કરી રહી છે. તાજેતરમાં વીજ કંપનીની ટીમોએ અંકલેશ્વરમાં મેગા સર્ચ હાથ ધર્યું હતું પણ તે દરમિયાન સ્થાનિક રહીશો અને વીજ કંપનીનાં કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું.






જોકે આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે વીજ કંપનીની ટીમઓ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વાલિયા ટાઉનમાં ચેકિંગની કામગીરી હાથ ધરી હતી. અંકલેશ્વર સર્કલ અને સુરત કોર્પોરેટ ઓફીસ દ્વારા વીજ ડ્રાઈવ યોજી દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યારે મંગળવારે વહેલી સવારે ડી.જી.વી.સી.એલ. કોર્પોરેટ કચેરીના માર્ગદર્શન હેઠળ સાત ટીમો દ્વારા વાલિયા સબ ડિવિઝનના તાબા હેઠળ આવતા ટાઉન ફીડર ઉપર વાલિયા ગામમાં વીજ ચેકિંગ હાથ ધરાયું હતું. વીજ કંપનીની ટીમોએ 209 વીજ કનેક્શન ચેક કરતા 14 કનેક્શનમાં વીજ ચોરી ઝડપાઈ હતી. જેથી વીજ ચોરી કરતા 14 જેટલા ગ્રાહકોને રૂપિયા 1.14 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. વીજ કંપનીનાં દરોડાને પગલે ગેરરીતિ આચરનારાઓમાં ફફડાટ વ્યાપ્યો હતો, જયારે પોલીસ બંદોબસ્ત સાથે આખી કામગીરી થઇ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application