અંકલેશ્વરનાં બસ ડેપો સામે આવેલા જીન ફળિયાની ગલીમાં જુગાર રમતાં ત્રણ ઇસમોને ઝડપી પાડી રૂપિયા 84 હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે બે જુગારીને વોન્ટેડ જાહેર કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.મળતી માહિતી મુજબ, અંકલેશ્વરનાં ચાલતી જુગારની પ્રવૃતિઓ ડામી દેવા D.Y.S.P.એ દરેક અધિકારીઓને સુચનાઓ આપી હતી. જેના આધારે અંકલેશ્વર શહેર એ-ડિવિઝન પોલીસે અંક્લેશ્વર શહેર જીન ફળીયામાં બસ ડેપોની સામેની ગલીમાં આવેલી ખુલ્લી જગ્યામાં જુગાર રમાતો હોય ત્યાં રેડ કરી હતી.
આ સમયે બે જુગારીઓ પોલીસને જોઈને ભાગવામાં સફળ રહ્યા હતાં. જ્યારે સ્થળ પરથી ત્રણ જુગારીઓ નામે નરેશ વસાવા, મોહમદ ઇરફાન અબ્દુલ લતીફ શેખ અને ઉમેશ સજનભાઈલાલ ગુપ્તા નાઓએ જુગાર રમતા પકડાઈ ગયા હતા. પોલીસે તેમની અંગઝડતી કરતા રૂપિયા 14,330/-ની કિંમતના જૂદી-જૂદી કંપનીના અને મોબાઇલ નંગ 2 તથા એક ઓટો રીક્ષા મળીને કુલ રૂપિયા 84,330/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસે પકડેલા તમામ જુગારીઓ અને વોન્ટેડ આનંદ વસાવા અને અન્ય એક જુગારી વિરુદ્ધ અંકલેશ્વર શહેર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ 12 મુજબ કારાદેસરની કાર્યવાહી કરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500