ભરૂચનાં લુવારા ગામની સીમમાં કબ્રસ્તાન પાસે કેટલાંક લોકોએ જુગાર રમી રહ્યા હતા. બનાવ અંગે નબીપુર પોલીસને જાણ થતાં ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો. તેમજ જુગારિયાઓ રાત્રીના અંધારામાં મોબાઇલનાં અજવાળે જુગાર રમી રહ્યાં હોવાનું જણાતાં ટીમે તેમને દબોચવા જતાં જુગારિયાઓમાં દોડધામ મચી ગઇ હતી. જયારે પોલીસે જાવીદ યુસુફ કરચણીયા, મોહસિન યુસુફ બારમણીયા, કિશન રમેશ પટેલ અને દશરથ મહેશ વસાવાને ઝડપી પાડ્યાં હતાં.
તેમજ એક જુગારી પોલીસને ચકમો આપી ત્યાંથી નાસી છુટવામાં સફળ રહ્યો હતો. આમ, ટીમે ઝડપાયેલાં જુગારિયાઓ પાસેથી દાવપર લાગેલાં તેમજ અંગઝડતીનાં મળી કુલ 10 હજારથી વધુની રોકડ રકમ તેમજ તેમની પાસેથી મળી આવેલાં 4 મોબાઇલ સહિત કુલ 31 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ભાગી ગયેલાં જુગારી અંગે પુછપરછ કરતાં તેનું નામ મહેશ ઉર્ફે પોપટ ભગવતી વસાવા હોવાનું માલુમ પડતાં પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. બનાવ અંગે નબીપુર પોલીસે તમામ વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application