Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કારમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડાયો, કાર ચાલક ફરાર

  • September 12, 2022 

અંકલેશ્વરનાં માંડવા ગામનાં રોડ ફળિયામાં પોલીસને જોઈએ એક ઇસમ કાર મૂકીને ફરાર થયો હતો. જોકે પોલીસે કાર અંદર તપાસ કરતાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાઇ હતો. આમ, પોલીસે દારૂનાં જથ્થા સાથે કાર મળીને કુલ રૂપિયા 1.64 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને વોન્ટેડ આરોપીને પકડી પડવાની કામગીરી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, અંકલેશ્વરનાં માંડવા ગામનાં રોડ ફળિયામાં વિદેશી દારૂનો જથ્થો સગેવગે થતો હોવાની માહિતી અંકલેશ્વર શહેર પોલીસને મળી હતી.




જોકે બાતમીનાં આધારે અંકલેશ્વર શહેર પોલીસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન એક કાર ચાલક પોલીસને જોઈ કાર સ્થળ પર મૂકી ફરાર થઇ ગયો હતો. જેથી પોલીસ તાત્કાલિક દોડીને કારમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂની બોટલોની ગણતરી કરતા કારમાંથી અલગ બ્રાંડની કુલ 504 નંગ બોટલ મળી આવી હતી. આમ, પોલીસે 64 હજારથી વધુનો દારૂ અને અલ્ટો કારની કિંમત રૂપિયા 1 લાખ મળી કુલ રૂપિયા 1.64 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો, જ્યારે કાર ચાલકને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application