Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગૌ માંસનાં જથ્થા સાથે બે મહિલા અને સગીરા સહિત પાંચ ઈસમો ઝડપાયા

  • June 12, 2022 

અંકલેશ્વર શહેર પોલીસે અંકલેશ્વર-ભરૂચ માર્ગ ઉપરથી બે અલગ અલગ સ્થળોએથી ગૌ માંસનાં જથ્થા સાથે બે મહિલા, સગીરા સહિત પાંચ ઈસમોને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. આમ, પોલીસે બંને સ્થળેથી કુલ રૂપિયા 68 હજારનો મુદ્દામાલ ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર શહેર પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા.



તે દરમિયાન બાતમી મળી હતી કે, ભરૂચથી અંકલેશ્વર જવાના રોડ પરથી ગૌ માંસનો જથ્થો લઇ મોપેડ સવારો પસાર થવાના છે જેવી બાતમીના આધારે પોલીસે અક્ષર આઇકોન સામે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી વાળું મોપેડ આવતાં પોલીસે તેને અટકાવી તપાસ કરતાં ગૌ માંસનો જથ્થો મળી આવ્યો હતો. આમ, પોલીસે ગૌ માંસ, બે મોબાઇલ ફોન, મોપેડ મળી કુલ રૂપિયા 36 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મોહમ્મદ ઉંમર એહમદ કુરેશી, મેહજબિનબાનુ સરફરાઝ ઉસ્માન શેખ સિવાય એક સગીરાને ઝડપી પાડી હતી.



જયારે બીજા બનાવમાં ભરૂચ-અંકલેશ્વર જૂના નેશનલ હાઇવે ઉપર રિક્ષા નંબર જીજે/16/વાય/6823માં ગેરકાયદેસર રીતે ગૌ માંસનો જથ્થો લઇ બે ઈસમો પસાર થવાના છે એવી બાતમીના આધારે અંકલેશ્વર શહેર પોલીસે ગડખોલ ઓવરબ્રિજ ઉપર વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી વાળી રીક્ષા આવતાં તેને અટકાવી રિક્ષામાં તપાસ કરતાં તેમાંથી શંકાસ્પદ ગૌ માંસ મળી આવ્યું હતું. પોલીસે ભરૂચની મનુબર ચોકડી પાસે આવેલા રહેમત પાર્કમાં રહેતા રફીક અબ્દુલ મલિક, આઈશાબીબી નિઝામદ્દીન મુલ્લાને ઝડપી પાડી ત્રણ કિલો ગૌ માંસ અને રીક્ષા તેમજ ફોન મળી કુલ 32 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે માંસનાં સેમ્પલ એફ.એસ.એલમાં મોકલી આપ્યા હતા અને એફ.એસ.એલ અધિકારીએ ગૌ માંસ હોવાની પુષ્ટિ કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application