ભરૂચમાં આવેલાં એક ગામમાં રહેતી વિધવા તેમના ઘરમાં હાજર હતા તે સમયે એક શખ્સ ઘરમાં ઘુસી જતો હોવા સાથે વારંવાર તેની છેડતી કરતો હતો. જેના પગલે મહિલાએ ગામના સરપંચને જાણ કરવા છતાં સરપંચનાં સમજાવ્યાં બાદ પણ શખ્સે તેની કરતૂત બંધ નહીં કરતાં આખરે મહિલાએ ભરૂચ તાલુકા પોલીસ મથકે છેડતી અંગેની ફરિાયદ નોંધાવી હતી.
બનાવની વિગત એવી છે કે, ભરૂચ તાલુકામાં આવેલાં એક ગામમાં રહેતી મહિલા તેના પતિના દેહાંત બાદ એક શાળામાં સફાઇકામ કરીને તેના સંતાનોનું ગુજરાન ચલાવે છે. તેમના સાસુના મૃત્યુના બારેક દિવસ બાદ ઉમેશ ભગુ માછીપટેલ નામનો શખ્સ તેને બદઇરાદાથી જોયાં કરતો હતો અરસામાં ગત તા.24મી મેના રોજ તે તેના ઘરે હતી અને તેનો પુત્ર સુઇ રહ્યો હતો.
તે સમયે ઉમેશ તેમના ઘરમાં ઘસી આવ્યો હતો અને મહિલા સાથે બળજબરી કરવાનો પ્રયાસ કરતો હતો. ત્યાં મહિલાના અવાજથી તેનો પુત્ર જાગી જતાં ઉમેશ ત્યાંથી નાસી છુટ્યો હતો. ઘટનાને લઇને વિધવા મહિલાએ ગામના સરપંચને જાણ કરી ઉમેશને તેન હરકતો બંધ કરવા કહેતાં સરપંચે પણ ઉમેશને ઠપકો આપ્યો હતો તેમછતાં તે નહીં સુધરતાં આખરે મહિલાએ ભરૂચ તાલુકા પોલીસ મથકે ફરિયાદ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500