ભરૂચનાં ત્રાલસી ગામની સીમમાં માટી ખોદકામનું કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન એક ડમ્પર ચાલકે બેદરકારીથી ડમ્પર હંકારતાં સુપરવાઇઝરનું કચડાઇ જતાં મોત નીપજ્યું હતું. બનાવ અંગે ભરૂચ તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ભરૂચનાં ત્રાલસી ગામે સીમમાં માટી ખોદકામનું કામ ચાલી રહ્યું હતું. જેમાં સાગર ટ્રાન્સપોર્ટનાં ડમ્પરનો ડ્રાઇવર વિનયકુમાર પન્નાલાલ વર્મા માટી ભરવા માટે ગાડી લઇ જતો હતો.
તે સમયે કોઇ કારણસર તેણે બેદરકારી દાખવતાં ત્યાં કામ કરી રહેતો જાલંધર લલઇ કોલ નામનો સુપરવાઇઝર ડમ્પરની ટક્કરે આવી જતાં કચડાઈ ગયો હતો. તેને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબે તેનું મોત નીપજ્યું હોવાનું જણાવ્યું હતું. બનાવ અંગે ટ્રાન્સ્પોર્ટર ભાવેશ ધડુકે બનાવને પગલે ભરૂચ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ શરૂ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application