ભરૂચની જીએનએફસી કંપનીમાંથી બારડોલીની આરાધના સોસાયટીમાં રહેતાં ઘનશ્યામ સિંગ રાજેશસિંગ તેમના ટેન્કરમાં એસિટીક એસિડ ભરીને અન્ય સ્થળે આપવા જઇ રહ્યો હતો. તે દરમિયાન લુવારા બાયપાસ પાસે તેઓ યુટર્ન લેવા જઇ રહ્યાં હતાં. તે સમયે અન્ય એક ટ્રેલર ટ્રકે પાછળથી ટક્કર મારતાં ટેન્કર પલટી ગયું હતું. ટેન્કર ચાલક ઘનશ્યામ તેની કેબિનમાં જ દબાઇ ગયો હતો. આસપાસનાં લોકોએ દોડી આવી ભારે જહેમતે તેને બહાર કાઢી 108ની મદદથી તેને સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્સપિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
જોકે અકસ્માતન પગલે હાઇવ પર ટ્રાફિક જામ સર્જાયો હતો અને અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવવાની કામગીરી પુર્ણ થાય ત્યાં સુધી એક તરફનો વાહન વ્યવહાર બંધ કરી દેવાતાં ચારેક કિમી જેટલો ટ્રાફિક જામ થઇ ગયો હતો જયારે બે થી ત્રણ કલાક સુધી વાહનો જે તે સ્થળે ઉભા થઇ ગયાં હતાં. કેટલાંક વાહનો રોંગ સાઇડથી જવાનો પ્રયાસ કરતાં બીજી તરફ પણ વાહન વ્યવહાર મંદ પડી જતાં ટ્રાફિકની સમસ્યા સર્જાઇ હતી. બનાવ અંગે નબીપુર પોલીસે તુરંત સ્થળ પર દોડી જઇ વાહન વ્યવહાર સામાન્ય કરી બનાવને પગલે પોલીસે ગુનો નોંધવાની કવાયત હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application