ભરૂચનાં ધોળીકુઇ બજાર વિસ્તારમાં આવેલાં ભાલીયા વાડનો ટેકરો ખાતે રહેતાં અર્જૂનસિંહ અમરસિંગ ગોહિલ ભરૂચ તાલુકા પોલીસ મથકે છેલ્લા દોઢ વર્ષથી જીઆરડી તરીકે નોકરી કરે છે. જોકે રાત્રીના સમયે તે નોકરી અર્થે દહેગામ જવા નિકળ્યો હતો. પરંતુ તેની તબીયત સારી ન હોવાથી તે સવારના 3 વાગ્યાના અરસામાં ઘરે પરત આવવા સ્કૂટર લઇને નીકળ્યા હતા.
તે દરમિયાન એસ.ટી. ડેપોથી અંદર મોગલપુરા ચોક પાસે આવતાં વિશાલ મહેશ વસાવા તેમજ પિયુષ નાયકાએ તેને લાકડીનાં સપાટા માર્યાં હતાં અને તેમના સાગરિતો રાજ વસાવા, દિપો વસાવા તેમજ તિલક વસાવાએ આવી ‘અમે સ્પિકર વગાડીએ તે તને ગમતું ન હોય તો ઘર ખાલી કરી જતો રહે’ તેમ કહીં તેને અપશબ્દો ઉચ્ચારી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. બનાવ અંગે ભરૂચ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application