ભરૂચનાં વાગરા તાલુકાની સાયખા GIDC ખાતે આવેલી બુરાકીયા ઇન્ડસ્ટ્રીઝમાં 5થી 6 તસ્કરો કંપાઉન્ડ કુદી પ્રવેશ્યાં હતાં. જોકે તસ્કરોએ કંપનીમાંથી રૂપિયા 1.82 લાખની કોપર કેબલો તેમજ 5 હજારના ભંગાર મળી કુલ રૂપિયા 1.87 લાખનાં મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયાં હતાં. બનાવ અંગે વાગરા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, ભરૂચનાં ઝાડેશ્વર ચાર રસ્તા પાસે આવેલી આર.કે. કાઉન્ટી ખાતે રહેતાં રેનીસન રાજેન્દ્ર પટેલ વાગરાના સાયખા GIDCમાં આવેલ બુરાકિયા ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં HR મેનેજર તરીકે ફરજ બજાવે છે.
જોકે તેઓ ગત તા.22મી નવેમ્બરના રોજ નોકરીએ આવતાં કંપનીમાં ફાયર લાઇનના ઇન્સ્ટોલેશન માટે આપવામાં આવેલાં કોન્ટ્રાક્ટનાં સુપરવાઇઝર અક્ષયે તેમને ફોન કરી જાણ કરી હતી કે, કંપનીના કંપાઉન્ડમં રાખેલાં કોપર કેબલોની ચોરી થઇ છે જેની ગણતરી કરતાં માલુમ થયું હતું કે, તસ્કરો કુલ રૂપિયા 1.82 લાખ ઉપરાંતના કોપર વાયર તેમજ 5 હજારથી વધુનો એસએસનો સ્ક્રેપ ચોરી ગયાં છે. જેના પગલે તેમણે કંપનીમાં લગાવેલાં CCTVનાં ફૂટેજ તપાસતાં તેમાં રાત્રીના એક વાગ્યાથી ચાર વાગ્યાના સમયગાળા દરમિયાનમાં 5થી 6 જેટલાં શખ્સોએ કંપનીના પાછળના ભાગે આવેલી કંપાઉન્ડ કુદી અંદર પ્રવેશી સામાનની ચોરી કરી ગયાં હતાં. બનાવ અંગે વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application