ભરૂચનાં જંબુસર તાલુકાના નોંધણા વલીપોર ગામે બે જૂથ વચ્ચે વાડમાં સફાઈના મુદ્દે અથડામણ અને ફાયરિંગ પ્રકરણમાં સામસામે ગુનો આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી બંને જૂથના 13 જણાની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં એક દેશી બનાવટની પિસ્તોલ અને એક જીવતા કારતુસ, થાર ગાડી સહિત લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. મળતી માહિતી મુજબ, જંબુસરનાં નોંધણા વલીપોર ગામે આવેલી ગોચર જમીન ઉપર ભરવાડ સમાજના પરિવારો વસવાટ કરે છે.
જોકે બુધવારે સાંજે વસવાટ કરતાં પરિવાર પૈકી એક પરિવારે મકાન પાસે કાંટાવાળી વાડની તોડવા બાબતે બે ભરવાડ જૂથો વચ્ચે ધમાસાણ થયું હતું, જેમાં ફાયરિંગ કરીને ખૂનની કોશિશ કરવાનો મુદ્દો આવતાં પોલીસ વિભાગ ઘટના સ્થળે દોડી ગયા હતા. આ પ્રકરણમાં વેડચ પોલીસમાં સામસામે બે ગુના દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં ભરૂચ એલસીબી પોલીસે ગણતરીના કલાકોમાં બંને જૂથના 13 આરોપીને ઝડપી પાડયા હતા.
ઝડપાયેલા નવ છેલા વેલા ગમારા, રણછોડ માત્રા ગમારા, જાદવ સાંગા ગમારા, નાગજી સાંગા ગમારા, હરેશ નાગજી ગમારા, રામજી વેલા ગમારા, લાલા માત્રા ગમારા, લાલા નાગજી ગમારા અને સુરેશ વેલા ગમારા (તમામ રહે.નોંધણા વલીપોર, કોતરવગો, તા.જંબુસર) પાસે એક બાઇક, થાર ગાડી રૂપિયા 10 લાખ, 8 નંગ મોબાઈલ અને 7 ડાંગ કબ્જે કરી હતી. જ્યારે બીજા આર્મ્સ એક્ટના ગુનામાં ચાર ઝડપાયેલા આરોપી પૈકી ભરત કુકા ગમારા, બીજલ કુકા ગમારા, લાખા કુકા ગમારા અને કુકા ભોજા ગમારા (રહે.નોંધણા વલીપોર, કોતરવગો, તા.જંબુસર) પાસેથી એક દેશી બનાવટની પિસ્તોલ રૂપિયા 10 હજાર, ખાલી કેચીસ ત્રણ નંગ, એક કારતુસ, બે નંગ મોબાઈલ અને ત્રણ લાકડી કબ્જે કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500