Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Complaint : પતિ-પત્નીનો ઝગડો છોડવવા પડેલ યુવક ઉપર હુમલો, પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

  • November 16, 2022 

અંકલેશ્વર અંદાડા ગામ ખાતે પતિ-પત્નીનાં ઝગડામાં પાડોશી છોડવા પડ્યો અને તલવારના ઘા વાગ્યા હતા. જોકે પત્ની ગંભીર રીતે મારી રહેલા પાડોશીને પકડી છોડાવતા રીસ રાખી ઘરમાંથી તલવાર લાવી પાડોશી તલવાર અને સપાટા મારી લોહી લુહાણ કર્યો હતો. બનાવ અંગે બી ડિવિઝન પોલીસ મથકે એટ્રોસિટી એક્ટ તેમજ હત્યાની કોશિષની અંગે ગુનો નોંધાયો હતો. જોકે પોલીસે ગણતરીના કલાકમાં જ હુમલાખોરને ઝડપી પાડ્યો હતો. મળતી માહિતી અનુસાર, અંદાડા ગામ સ્થિત સ્વાગત સોસાયટી ખાતે રહેતા નિલેશ મકવાણા ઘરે હતા.


તે દરમિયાન તેમની સોસાયટીમાં રહેતા સંદીપ પ્રજાપતિ પોતાની પત્નીને મારમારી ઘરની બહાર કાઢી મૂકી માર મારી રહ્યા હતા. જેના પગલે નજીકમાં જ રહેતા નિલેશ મકવાણા દંપત્તી વચ્ચેનો ઝઘડો છોડવા પાડ્યો હતો અને સંદીપ પ્રજાપતિને પકડી રાખી સંદીપ પ્રજાપતિની પત્નીને મારથી બચાવી હતી તેની રીસ રાખી ઘર માંથી સંદીપ પ્રજાપતિ તલવાર લઇ આવ્યો હતો અને નિલેશ ભાઈને ગળા ના ભાગે તલવાર મારી દીધી હતી.

જેની નિલેશભાઈ નીચે પડતા જ તેમના લાકડાના સપાટા મારી ઇજા પહોંચાડી હતી અને અમારી વચ્ચે પાડીશ તો જાનથી મારી નાખીશ ની ધમકી આપી હતી. ઘટનામાં ઘાયલ નિલેશ મકવાણા દ્વારા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે સંદીપ પ્રજાપતિ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી અને ગણતરી ના સમયમાં હુમલાખોર સંદીપ પ્રજાપતિને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application