ભરૂચ LCBની ટીમે અંકલેશ્વર GIDCમાં આવેલી પ્રકટ રેસિડન્સીમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે ચાર આરોપીઓ એક સોનાનું દાગીનું અને મોબાઈલ મળીને કુલ રૂપિયા 23 હજારનો મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વર GIDCમાં આવેલી પ્રકટ રેસિડેન્સીમાં ગત તા.18મી જુલાઈના રોજ મકાન નંબર-10 માંથી એક સોનાનો દાગીનો અને એક મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા 77,990/-ની ચોરી થઈ હતી જે અંગેનો ગુનો અંકલેશ્વર GIDC પોલીસ મથકમાં નોંધાઇ હતી.
LCB પોલીસે સ્થળ વિઝીટ કરીને CCTV ફુટેજનો અભ્યાસ કરી તેમજ ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલીજન્સની મદદથી તપાસ હાથ ધરી હતી. જોકે LCB પોલીસે બનાવ મામલે અંક્લેશ્વર GIDC વિસ્તારમાં પડાવ નાંખી રહેતા દાહોદની ચોર ટોળકીના સભ્યો સામેલ હોવાની માહિતી મળી હતી.
જેમાં પોલોસે રામદેવ ચોકડી નજીકથી આ ચોરીના ગુનામા સંડોવાયેલા ચાર આરોપીઓને ચોરીમાં ગયેલા ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી કુલ 3 નંગ મોબાઇલ જેની કિંમત રૂપિયા 23 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પોલીસે ઝડપી પાડેલ ચાર આરોપીઓ
1.અવિનાશ જાલુભાઇ બારીયા (રહે.રામદેવ ચોકડી નજીક, નહેર પાસે, ઝુપડપટ્ટીમાં, અંક્લેશ્વર),
2.અર્જુન ઉર્ફે અજ્જુ શંકરભાઇ પલાસ (રહે.સિલ્વર પ્લાઝા, શોપીંગ સેન્ટરની બાજુમા, ઝુપડપટ્ટીમા, અંક્લેશ્વર),
3.વિકી રમેશભાઇ હઠીલા (રહે.પાનોલી ગુજરાત ટેગ્રો શુભમ કેમિકલની બાજુમા,અંક્લેશ્વર) અને
4.રાહુલ રત્નાભાઇ ભાભોર (રહે.સિલ્વર પ્લાઝા, શોપીંગ સેન્ટરની બાજુમા, ઝુપડપટ્ટીમા,અંક્લેશ્વર).
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500