જંબુસરનાં વાવલી ગામે નવી નગરીમાં ચાલતાં દેશી દારૂના અડ્ડા પર રેડ પાડવા પોલીસનો કાફલો પહોંચ્યો હતો. જોકે તે દરમિયાન ગામની મહિલા સરપંચ તેમજ તેના પતિએ ટોળા સાથે મળી પોલીસ સાથે ગેરવર્તન કર્યા હતાં. બનાવની વિગત એવી છે કે, જંબુસર પોલીસને ચોક્કસ બાતમી મળતા પોલીસ સ્ટાફનાં માણસો વાવલી ગામે નવીનગરી વિસ્તારમાં રહેતો સોમા ઠાકોર જેઓ દેશી દારૂનો ધંધો કરે છે.
જે બાતમીનાં આધારે ટીમે સ્થળ પર પહોંચતાં ગામના મહિલા સરપંચ પ્રિતીકા જગદિશ રાઠોડે તેમના પતિ તેમજ ગ્રામજનોના ટોળા સાથે પોલીસની ટીમે અટકાવી હતી અને પોલીસને અપશબ્દો ઉચ્ચારી તમે મારા ગામમાં દારૂની રેડ કરવા કેમ આવો છો, અમારા ગામમાં દારૂ વેચાશે જ તેમ કહી પોલીસ કર્મીઓ સાથે ઉગ્ર ભાષામાં બોલચાલી કરી હતી.
જોકે, પોલીસે તેમને સમજાવવાની કોશિષ કરી હતી તેમ છતાં મહિલા સરપંચ તેમજ તેમના પતિ જગદિશ રાઠોડે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી પોલીસ સાથે ઝપાઝપી કરવા સાથે મારમારવા લાગ્યાં હતાં. તદ્દઉપરાંત મહિલા સરપંચના પતિએ તેમના મોબાઇલમાં પોલીસનો વિડિયો ઉતારવા સાથે પોલીસ સ્ટેશનને 200 લોકોના ટોળા સાથે ઘેરી હૂમલો કરી બધાને જાનથી મારી નાંખીશ તેવી ધમકીઓ આપી હતી. બનાવને પગલે જંબુસર પોલીસે પોલીસ કર્મીઓ સાથે ઝપાઝપી, ધમકી આપવી તેમજ સરકારી કામગીરીમાં રૂકાવટ ઉભુ કરવા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500