Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : પ્રોહીબીશનનાં ગુનામાં પાંચ મહિનાથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

  • November 09, 2022 

અંકલેશ્વર શહેર તથા ભરૂચ શહેર સી-ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પ્રોહીબીશનનાં ગુનામાં છેલ્લા પાંચ મહિનાથી પોલીસ પકડથી નાસતા ફરતાં આરોપીને પેરોલ ફર્લો સ્કોડે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે. ભરૂચ જિલ્લા પોલીસ SP જિલ્લા તથા જિલ્લા બહારના નાસતા ફરતા તથા વોન્ટેડ આરોપીઓ પકડવા માટે સુચના આપી હતી. જે સુચના અનુસંધાને PSI તથા પેરોલ ફર્લો સ્કોર્ડ ભરૂચની ટીમ વાલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી.


તે સમય દરમિયાન ખાનગી બાતમીની હકિકતના આધારે અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનનાં પ્રોહીબીશનનાં ગુનામાં CRPC કલમ-70 મુજબનાં વોરંટમાં પાંચ મહિનાથી તથા ભરૂચ શહેર સી. ડીવીઝન પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા ત્રણ મહિનાથી નાસતા ફરતા આરોપી વિજય ઉર્ફે સુનિલ હસમુખભાઇ વસાવાને કોંઢ ગામ ખાતેથી ઝડપી પાડ્યો હતો. પોલીસે તેને આગળની કાર્યવાહી કરવા માટે ભરૂચ શહેર સી ડીવી પોલીસ સ્ટેશન સુપ્રત કરવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application