Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : 13થી વધુ ગુનાનો વોન્ટેડ આરોપી પોલીસ પકડમાં

  • August 25, 2022 

ભરૂચ જિલ્લામાં અલગ અલગ 13થી વધુ ગુનાઓમાં વોન્ટેડ આરોપીને એલ.સી.બી.ની ટીમે ઝડપી પાડ્યો હતો. ભરૂચ જિલ્લામાં છેલ્લાં બે વર્ષમાં 13થી વધુ પ્રોહિબીશનના ગુનામાં વોન્ટેડ આરોપી જિજ્ઞેશ ઉર્ફે જિગો પરીખ તેની ઓરેન્જ કારમાં અંક્લેશ્વરથી ભરૂચ તરફ આવવાનો હોવાની ચોક્કસ બાતમીના આધારે એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસોએ નર્મદા મૈયા બ્રીજ પર વોચ ગોઠવી હતી.




તે દરમિયાન કાર ત્યાંથી આવતાં પોલીસે કાર અટકાવતાં જિજ્ઞેશે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. પોલીસે તપાસ કરતાં બુટલેગર જિજ્ઞેશ ઉર્ફે જીગો કિરીટ પરિખ (રહે.સિદ્ધાર્થ એપાર્ટમેન્ટ,અંકલેશ્વર) વિરૂદ્ધ અંક્લેશ્વર GIDCમાં 4, અંક્લેશ્વર સીટી અને રૂરલ પોલીસમાં 1-1, ભરૂચ સી ડિવિઝનમાં 5, એ ડિવિઝનમાં 1 તેમજ દહેજ પોલીસ મથકે 1 કેસ મળી કુલ 12 પ્રોહિબિશનનાં કેસ નોંધાયેલાં હોવાનું માલુમ પડ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application