Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગેસીસ કંપનીનાં પહેલા માળેથી પટકાતા કામદાર યુવાનનું મોત

  • December 13, 2022 

અંકલેશ્વર GIDCમાં આવેલ એર સ્પેશિયાલિટી ગેસીસ કંપની પહેલા માળે પટકાતા કામદારનું મોત નીપજ્યું હતું. કંપનીમાં આવેલ રૂમમાં રહેતા 29 વર્ષીય કામદાર પ્રથમ માળેથી નીચે પટકાયો હતો. જેથી સારવાર અર્થે ખસેડાયા તબીબે મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે GIDC પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર GIDCમાં આવેલ એર સ્પેશિયાલિટી ગેસીસ કંપનીમાં કામદારો માટે આવેલ રૂમમાં કંપનીમાં જ કામ કરતો 29 વર્ષીય પ્રશાંત ઓડ ગતરોજ રૂમનાં પહેલા માળેથી નીચે પટકાયો હતો.




જેથી ગંભીર ઈજા થતા તેની સાથેનાં લોકો ગભરાઇ ગયા હતા. તેમને તાત્કાલિક તેને સારવાર અર્થે અંક્લેશ્વરની જ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટના અંગે અંકલેશ્વર GIDC પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસે દ્વારા પ્રાથમિક તબક્કે અકસ્માત મોતનો ગુનો નોંધી મૃતદેહને PM અર્થે ખસેડાયો હતો. તેમજ કંપની ખાતે સ્થળ તપાસ કરી યુવાન અકસ્માતે જ પડી ગયો હતો કે, પછી તેન અન્ય કોઇ રીતે ઇજા થઇ તેનું પંચ કેશ કરી તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application