Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સિમેન્ટનાં પતરા બેસાડતા સમયે ઉપરથી નીચે પટકાતાં કામદારનું યુવકનું મોત

  • June 12, 2022 

અંકલેશ્વરની સિલિકોન કંપનીમાં સિમેન્ટનાં પતરા બેસાડતા સમયે 20 ફુટ ઉપરથી નીચે પટકાતાં કામદારનું મોત નીપજયું હતું. જયારે મૃતક યુવક વાલિયાનાં પઠારનો રહેવાસી હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વાલિયા તાલુકાનાં પઠાર ગામ ખાતે રહેતા 28 વર્ષીય દિનેશ વસાવા જીતાલીની સીમમાં આવેલ સિલિકોન કંપની કામ કરી રહ્યા હતા.



તે સમયે સાંજે તેઓ 20 ફુટની ઉંચાઇ પર ચઢીને સિમેન્ટનાં પતરા બેસાડી રહયો હતો. તે દરમિયાન સિમેન્ટનું પતરું તૂટી જતા તેઓ 20 ફૂટ ઉપરથી નીચે પટકાયા હતાં અને યુવકને ગંભીર ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે જયાબહેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. જય ગંભીર ઇજાના પગલે દિનેશ વસાવાનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે ગીરીશ વસાવાએ પોલીસને જાણ કરતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application