Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતાં બાઈક સવાર એક યુવકનું મોત, એક ઘાયલ

  • June 08, 2022 

અંકલેશ્વરનાં વાલિયા-અંકલેશ્વર માર્ગ ઉપર વટારીયા ગામના પનિયારીના વળાંક પાસે માતેલા સાંઢની જેમ ધસી આવેલા હાઇવા ટ્રક ચાલકે બાઇકને અડફેટે લીધું હતું. જેમાં બાઇક પર પરીક્ષા આપવા જતા ભરૂચના ત્રાલસા ગામના વિદ્યાર્થીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય વિદ્યાર્થીને ઈજાઓ પહોંચી હતી. બનાવની વિગત એવી છે કે, ભરૂચનાં ત્રાલસા ગામની નવી નગરીમાં રહેતા હિમાંશુ સુરેન્દ્રભાઈ સોલંકી અને આસિફ અબ્બાસ પટેલ મોટરસાઇકલ નંબર GJ/16/BE/2815 લઇ વાલિયાની પોલિટેક્નિક કોલેજ ખાતે પરીક્ષા આપવા આવી રહ્યા હતા.



તે દરમિયાન વાલિયા-અંકલેશ્વર માર્ગ ઉપર વટારીયા ગામની પનિયારીની વળાંક પાસે સામેથી પુરઝડપે આવેલ હાઇવા ટ્રક નંબર GJ/05/BU/1189નાં ચાલકે બાઈક સવાર યુવાનોને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. તેમજ આ અકસ્માતમાં ત્રાલસા ગામની નવી નગરીમાં રહેતા હિમાંશુ સોલંકીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે આસીફ પટેલને ઈજાઓ પહોંચતાં તેને પ્રથમ વાલિયા સામુહિક આરોગ્ય કેન્દ્ર બાદ વધુ સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application