Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Accident : અજાણ્યા વાહન અડફેટે આવતાં બાઈક સવાર યુવાનનું ગંભીર ઈજાને કારણે મોત, પોલીસ તપાસ શરૂ

  • March 02, 2023 

ભરૂચનાં વાગરા તાલુકાનાં નંદરખાથી પખાજણ વચ્ચે કેનાલ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઈક સવારને ટક્કર મારતા તેનું ગંભીર ઈજાઓને પગલે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ, વાગરાની દાળ મીલ સામે આવેલ અપનાનગર સોસાયટીમાં રહેતા 36 વર્ષીય જાવીદ કનું સિંધા ગતરોજ સાંજના સમયે પોતાની મોટરસાઈકલ નંબર GJ/16/DD/7810 લઇ વાગરા તાલુકાના નંદરખાથી પખાજણ ગામ વચ્ચે કેનાલ રોડ ઉપરથી પસાર થઇ રહ્યો હતો.







તે દરમિયાન કેનાલ રોડ ઉપર પુરઝડપે ધસી આવેલ અજાણ્યા વાહન ચાલકે જાવીદ સિંધાની બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં ગંભીર ઈજાઓને પગલે યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે વાગરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application