જંબુસર તાલુકાનાં કિમોજ ગામે એક જર્જરિત મકાનની દિવાલ અચાનક ધરાશાયી થઇ ગઇ હતી. જેમાં દિવાલ પાસે રમત રમતો 14 વર્ષીય કિશોર દિવાલનાં કાટમાળ નીચે દટાઇ જતાં તેનું ગંભીર ઇજાઓને કારણે સ્થળ પર જ મોત નીપજ્યું હતું. બનાવ અંગે કાવી પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, જંબુસરનાં કિમોજ ગામે આવેલાં પટેલ ખડકીનું એક મકાન અત્યંત જર્જરિત થઇ ગયું હતું.
જોકે ગતરોજ બપોરનાં સમયે કેટલાંક બાળકો દિવાલ પાસે રમત રમી રહ્યાં હતાં. તે સમયે અચાનક મકાનની જર્જરિત દિવાલ ધરાશાયી થઇ ગઇ હતી અને દિવાલનાં કાટમાળ નીચે ત્યા રમત રમી રહેલો ઇરફાન જાકીર દિવાન નામનો એક 14 વર્ષનો બાળક દટાઇ ગયો હતો. દિવાલ ઢસડી પડવાના અવાજથી આસપાસના લોકોમાં એક સમયે ભય ફેલાયો હતો.
ત્યારબાદ લોકો સ્થળ પર દોડી આવ્યાં હતાં. તેમણે કાટમાળ હટાવી ઇરફાનને બહાર કાઢ્યો હતો. તપાસ કરતાં તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હોવાનું માલુમ પડ્યું હતું. ઘટનાની જાણ થતાં કાવી પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500