ભરૂચનાં મુસાફરખાનાં પાછળ રહેતી સલમા સલીમ યુસુફ વ્હોરા પહેલાં ઇન્દિરાનગર ઝૂપડપટ્ટી ખાતે રહેતી હતી. જોકે લગ્ન બાદ તે અલગ રહેતી હતી. તે દરમિયાન દોઢેક મહિના પહેલાં તેની માતા અને એક વર્ષ પહેલાં તેનો ભાઇ ગુજરી ગયો હતો. જેથી તેણે તેમના બનેના મરણના દાખલા ઓનલાઇન કઢાવ્યાં હતાં. જોકે, તેના પર નગરપાલિકાના સિક્કા મારવાના બાકી હતા. અરસામાં તેની બહેનો રસીદા ઉર્ફે રેખા ભાવેશ કાઠિયાવાડી (રહે.કામરેજ) તેમજ જાહેદા મહેબુબ પઠાણ (રહે.ઇન્દિરાનગર ઝૂપડપટ્ટી) એ તેની પાસે તેમના મરણના દાખલા માંગ્યાં હતાં.
જેથી સલમાએ તે દાખલા તેમને પહોંચાડ્યાં હતાં. અરસામાં રસીદાએ તેને સ્ટેશન રોડ પરના એસટી ડેપો પાસે બોલાવી હતી. જ્યાં તેમણે તે અમને નકલી દાખલો આપ્યો છે તેમ કહીં તેની સાથે ઝઘડો કરી તેને માર માર્યો હતો. ઉપરાંત તેને અને તેના ત્રણેય જમાઇને ખોટા કેસમાં ફસાઇ દેવાની ધમકીઓ પણ આપી હતી. બનાવ અંગે તેમણે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application