આમોદ તાલુકામાં આવેલાં કુરચણ ગામે વસંત ફળિયામાં રહેતાં પ્રવિણ કાંતી પટેલે ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ તેમના ખેતરમાં ખેતી કામ કરે છે અને આવવા જવા માટે સર્વે નંબર 350 વાળી જમીનમાંથી પરંપરાગત રસ્તાનો ઉપયોગ કરતાં હતાં. જોકે તે દરમિયાનમાં હસમુખ પટેલ તેમજ રમેશચંદ્ર પટેલે તેમના ખેતરમાં સોલાર પેનાલ લગાવી હતી તેમજ પેનલ ઉભી કરવા માટે ખેતરે જવાના પરંપરાગત રસ્તા પર સિમેન્ટના થાંભલા ઉભા કરી તેના પર તારની વાડ કરી રસ્તો બંધ કરી દીધો હતો.
જેના પગલે ખેતરે જવાનો રસ્તો બંધ થતાં મામલતદાર કચેરીમાં તેમણે અરજી કરી હતી. જયારે આ કેસ મામલતદારની કોર્ટમાં ચાલી જતાં 7 દિવસમાં રસ્તો ખુલ્લો મુકવાનો હૂકમ થયો હતો. જેથી તેઓ તે હૂકમની જાણ કરવા જતાં રમેશચંદ્ર પટેલ અને હસમુખ પટલે રસ્તો નહીં ખોલે તેમ સ્પષ્ટ જણાવી હવે પુન: આવશો તો જાનથી મારી નાંખવાની ધમકીઓ પણ આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application