Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Police Raid : કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો, બુટલેગર વોન્ટેડ

  • August 25, 2022 

ભરૂચનાં અંકલેશ્વર તાલુકાનાં સજોદ ગામના પટેલ ફળીયામાં ઓલ્ટો કારમાં સંતાડી રાખેલો વિદેશી દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડી પાડ્યો હતો. જોકે પોલીસે દારૂ અને કાર મળીને કુલ રૂપિયા 3.40 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી હતી.




સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ભરૂચ એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમિયાન બાતમી મળી હતી કે, સજોદ ગામમાં રહેતા લીસ્ટેડ બુટલેગર પ્રજ્ઞેશ નરેશભાઇ પટેલે તેના જુના ઘર પાસે ઓલ્ટો કારમાં દારૂ સંતાડી રાખ્યો છે.




જે બાતમીનાં આધારે પોલીસે સ્થળ ઉપર રેડ કરી ઓલ્ટો કાર નંબર GJ/16/CS/1311માંથી દારૂની નાની મોટી કુલ 180 બોટલો મળી અઆવી હતી જેની કિંમત રૂપિયા 40,320/- હતી અને કારની કિંમત રૂપિયા 3 લાખ મળી પોલીસે કુલ રૂપિયા 3,40,320/-નો મુદ્દામાલ કબ્જે કરી બુટલેગર પ્રજ્ઞેશ નરેશભાઇ પટેલ નાને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધારી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application