Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મહિલા પાસેથી તાંત્રિકે વિધિનાં બહાને રૂપિયા 3.67 લાખની છેતરપિંડી કરતા પોલીસ ફરિયાદ

  • July 06, 2022 

ભરૂચનાં ભોલાવ વિસ્તારમાં આવેલી મંગલમ સોસાયટીમાં રહેતી મહિલા તાંત્રિકે ખાનગી બેન્કની આસિસ્ટન્ટ મેનેજર પાસેથી તેના ભાઈને વ્યસન અને કુટેવ છોડાવવા વિધિ કરવાનું કહી રૂપિયા 3.67 લાખ પડાવી પરત નહિ કરતાં પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મૂળ યુપીનાં અને હાલ ભરૂચનાં નંદેલાવ રોડ ઉપર આવેલા હરી ઓમનગર ખાતે રહેતા જ્યોતિબેન સચિનકુમાર ચૌધરી ખાનગી બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવે છે.




જોકે તેમનો ભાઈ ડ્રિન્ક અને અન્ય કુટેવોની આદત ભૂલી જાય તે માટે તેમની માતાને તેમની કામવાળીએ ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ મંગલમ સોસાયટીમાં રહેતી મહિલા તાંત્રિક સપના ઉર્ફે સોનલ વિનોદ કુમાર વેગડ પાસે મોકલ્યા હતા. તેણીએ તેને માતાજી આવે છે જેઓ ભાઈ અતુલની કુટેવો છોડી મુકશે તેમ કહેતા મહિલા અને તેની માતા તાંત્રિક પાસે ગયા હતા. જેણે ધૂણીને પૂજા અને તાંત્રિક વિધિ માટે 40 હજાર ખર્ચ થશે તેમ કહ્યું હતું.




તે સમયે ત્યાં હાજર મહિલા તાંત્રિકનાં શિષ્ય ગૌરવ અનિલ પારેખ, ભૂપેશ રમણ માછીએ સપનાબેનને માતાજી આવે છે જેનાથી ઘણા લોકોના કામ થાય છે તમારો ભાઈ પણ સારો થઇ જશે પૂજા વિધિનો ખર્ચ આપો તો તમારો ભાઈ સારો થઇ સાજો થઇ જશે તેમ કહેતા મહિલા અને તેની માતા અવાર નવાર ત્યાં જવા લાગ્યા હતા.





તેમજ મહિલા પાસેથી તાંત્રિકે પૂજા-વિધિના નામે શિષ્ય ગૌરવ પારેખના બેન્ક ખાતામાં પ્રથમ 24 હજાર અને બહેન તેમજ અન્ય મિત્રોના એકાઉન્ટમાંથી મળી કુલ 3.67 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. જેના બાદ પણ ભાઈ અતુલની ડ્રિંક અને અન્ય કુટેવોમાં સુધારો નહિ આવતાં મહિલા તાંત્રિક પાસે આસિસ્ટન્ટ મેનેજરે રૂપિયા પરત માંગતા તાંત્રિકે શિષ્યો મારફતે મારી નાંખવાની ધમકી આપી છેતરપિંડી કરતા એ ડિવિઝન પોલીસ મથકે ત્રણ ઈસમો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application