Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ધંધામાં રોકાણનાં નામે બે યુવકો સાથે રૂપિયા 54.50 લાખની છેતરપિંડી થતાં પોલીસ ફરિયાદ

  • July 11, 2022 

ભરૂચનાં શેરપુરા રોડ પર આવેલાં ખુર્શિદ પાર્ક પાસેની ખુશ્બુ પાર્ક સોસાયટી-2 ખાતે રહેતાં યાહ્યા મોહમંદ શબ્બીર કુરેશી ટુ વ્હિલર લે-વેચનો વેપાર કરે છે. જોકે આજથી એકાદ વર્ષ પેહલાં તેના મિત્ર ઇમરાન અબ્દુલ એહમદ પટેલ (રહે.સંતોષી વસાહત) સાથે મુલાકાત થતાં ઇમરાને તેને જણાવ્યું હતું કે, તે હાલમાં તેની પાસે કપડાન મોટો જથ્થો આવ્યો છે. જોતે તેના ધંધામાં રોકાણ કરવા માંગતો હોય તો તેને રોકાણના 50 ટકા નફો આપશે તેમ જણાવ્યુ હતું.




જેના પગલે યાહ્યા કુરેશીએ કુલ રૂપિયા 25 લાખ ઇમરાનને આપ્યાં હતાં. જેના પગલે ઇમરાને તેને 6 મહિના બાદ 35 લાખ રૂપિયા આપવાની ખાત્રી આપી હતી. જોકે, છ મહિના બાદ યાહ્યાએ ઇમરાન પાસે રૂપિયાની માંગણી કરતાં તેણે હજી થોડો સમય રોકાવું પડશે. જે બાદ તેણે એક મહિના પછી રૂપિયાની માંગણી કરતાં તેણે રૂપિયા નહીં આપી વાયદા કરતો હતો.




ત્યારબાદ તેણે અગલ અગલ રકમનાં કુલ 6 ચેક આપ્યાં હતાં જે બાઉન્સ થયાં હતાં. જે બાદ પણ તે વાયદાઓ કરી રહ્યો હતો. અરસામાં તેણે જણાવ્યું હતું કે, ઇર્ષાદ મોહમદ ઇદ્રીશ મોલવી પાસેથી પણ તેણે 29.50 લાખ રૂપિયા ધંધાર્થે લીધાં છે તે પણ પરત કરવાના છે. રેડિમેઇડ કપડાઓનું વેચાણ કરવા છતાં તેણે રૂપિયા પરત નહીં ચુકવતાં આખરે યાહ્યા મોહમંદ શબ્બીર કુરેશીએ ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે ઇમરાન વિરૂદ્ધ છેતરપિંડી સબબનો ગુનો નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application