Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Complaint : મહિલાને ત્રાસ આપનાર પતિ-સાસુ સામે ગુનો દાખલ

  • December 17, 2022 

ભરૂચનાં સોનતલાવડી ખાતે રહેતાં કિશોર સોલંકીની પુત્રી પુજાએ નવલખા મીલની ચાલક ખાતે રહેતાં ધર્મેશ ગોવર્ધન રોહિત સાથે પ્રેમ સંબંધ બંધાતાં તે તેના માતા-પિતાની મરજી વિરૂદ્ધ ધર્મેશના ત્યાં રહેવા જતી રહી હતી. ત્યારબાદ તેમણે સમાજનાં સમુહલગ્નમાં લગ્ન કર્યાં હતાં. જોકે લગ્નના બે મહિના બાદ પણ તેનો પતિ ધર્મેશ કોઇ કામધંધો કરતો નહતો. તે તેને નોકરી કરવા કહેતી હોઇ ધર્મેશ તેને મારઝૂડ કરતો હતો. તેમજ તેને પિયરમાં ફોન પણ કરવા દેતાં હતાં. તેને ઘરમાં પુરી રાખતાં હતાં. બીજી તરફ તેની સાસુ દક્ષા પણ તેને અપશબ્દો ઉચ્ચારી તું આવી ત્યારથી મારા ઘરની દશા બેસી ગઇ છે.




તેમ કહીં તેને મહેણાટોણા મારતાં હતાં. ઉપરાંત ધર્મેશની ચઢામણી કરતી હોઇ ધર્મેશ દારૂનાં નશામાં તે સગર્ભા હોવા છતાં મારઝૂડ કરતો હતો. દરમિયાનમાં તેને ગંભીર ઇજાઓ થતાં તેને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલમાં પણ તેના પતિએ તેની સાથે ઝઘડો કર્યો હતો. જેના પગલે તે ત્રાસી જતાં સારવાર બાદ તે તેના પિયરે જતી રહી હતી. જ્યાં તેણે પુત્રને જન્મ આપ્યો હતો. અરસામાં ધર્મેશે સાસરીમાં જઇ પુત્રને મળવાનું કહેતાં તે સુતો હોઇ તેને મળવા નહીં દેતાં તેણે પુજા અને તેના પુત્ર પ્રિયાંશને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. બનાવ અંગે મહિલા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application