ભરૂચ તાલુકામાં આવેલાં ત્રાલસા ગામે રહેતાં અને નબીપુર પોલીસ સ્ટેશનમાં જીઆરડી સભ્ય તરીકે નોકરી કરતાં હસમુખ શંકર પરમારનો પુત્ર નરેશ તેમની બાજુમાં જ અલગ મકાનમાં તેની પત્ની-બાળકો સાથે રહે છે અને તે વિલાયતની બિરલા ગ્રાસિમ કંપનીમાં જુનિયર ટેક્નિશીયન તરીકે ફરજ બજાવે છે જેથી પુત્ર નરેશ તેની પત્ની ચેતના તેમજ ત્રણ સંતાનો સાથે પોતાના ઘરને તાળુ મારી સાસરીમાં નારેશ્વર નજીકના માલોદ ગામે ગયો હતો.
તે સમયે હસમુખ પરમાર તેમજ તેની પત્ની અને અન્ય એક પુત્ર નિયમીત ક્રમે સુઇ ગયાં હતાં અને પુત્રને સવારે નોકરીએ જવાનું હોઇ રાત્રીનાં 2.30 વાગ્યે તેમની પત્નીને જમવાનુ બનાવી પુત્રને આપતાં તે 4 વાગ્યે ઘરેથી નોકરીએ જવા નિકળી ગયો હતો. ત્યારબાદ દંપતિ ઘરમાં સુઇ ગયું હતું. તેમજ સવારે સાતેક વાગ્યાના અરસામાં તેઓ દરવાજો ખોલી ઘરની બહાર નિકળતાં તેમના પુત્ર નરેશનાં ઘરના દરવાજાનો નકુચો તુટેલો જણાયો હતો.
જેથી ઘરમાં તપાસ કરતાં ચોરી થયાનું માલુમ પડતાં તેમના પુત્રને જાણ કરતાં તેઓ તુરંત પરત આવી ગયાં હતાં. તેમણે તપાસ કરતાં ઘરમાંથી ચેઇન લક્કી, મંગળસુત્ર, પેન્ડલ, કાનની બુટ્ટી, ચાંદીના છડા તેમજ વિટી સહીત સોના-ચાંદીના દાગીનાં મળી કુલ 1.81 લાખથી વધુની ચોરી થઇ હોવાનું જણાયું હતું. બનાવ અંગે નબીપુર પોલીસ મથકે ફરિ્યાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500