અંકલેશ્વર નગરમાં આવેલ એક સોસાયટીમાં પોતાના મકાન નજીક પાર્ક કરેલી બે બાઈક અજાણ્યા ચોર લઈ ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે પોલીસે બે બાઇકની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર શહેરમાં આવેલી તિર્થનગર સોસાયટીમાંથી બે બાઇકોની ચોરી થઈ છે.
જેમાં મકાન નંબર-27માં રહેતા પંકજ રમેશભાઈ બારસેએ પોતાની બાઈક બજાજ પલ્સર નંબર GJ/16/CR/6383 પોતાના ઘર પાસે સ્ટેરીંગ લોક કરીને મૂકીને રાત્રીનાં સુઈ ગયા હતા. જયારે બીજા દિવસ સાવરે 6 વાગે જાગતા તેમના બાઈક સ્થળ પર જોવા મળી ન હતી. જેથી તેમણે સોસાયટીમાં બાઈક શોધવા નીકળ્યા હતા.
તે સમયે તેમની સોસાયટીમાં જ રહેતા ધારસિંઘ ગિરિરાજ સિંઘની પણ પોતાની હોન્ડા બાઈક નંબર GJ/16/CR/1994 પણ નહીં દેખાતા બંને બાઈક ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. ત્યારબાદ તેમણે અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં બાઈક ચોરીની ફરીયાદ નોંધવતા પોલીસે બંને બાઈક જેની કિંમત રૂપિયા 80 હજારની બાઈક ચોરીની ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500