Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Complaint : ઉછીના રૂપિયા નહી આપતાં યુવકને માર મારનાર ત્રણ જણા સામે ગુનો દાખલ

  • November 27, 2022 

ભરૂચનાં ભોલાવ ગામે એક યુવકે પાસેથી વિસ્તારમાં જ રહેતાં મિત્રએ ઉછીના રૂપિયા માંગ્યાં હતાં જોકે, યુવાને તેને ઇનકાર કરતાં તેના મિત્રએ અન્ય બે સાગરિતો સાથે મળી તેના પર હુમલો કરી મારમારી ઇજાઓ પહોંચાડી હતી. જયારે ઇજાગ્રસ્તને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે ભરૂચ સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવની વિગત એવી છે કે, ભરૂચનાં ભોલાવ ગામે નવીનગરી વિસ્તારમાં રહેતો નીકુંજ શશિકાંત સોલંકી ગઇકાલે સાંજે મજુરી કામથી છુટી ઘરે જઇ રહ્યો હતો.




તે સમયે ભોલાવ ગ્રામ પંચાયત પાસેથી પસાર થતાં સમયે અનિલ ભારમલ વસાવા, સુનિલ ઉર્ફે નેકડી તેમજ રાજન ધોબી તેને મળ્યાં હતાં. અનિલે નિકુંજ પાસે ઉછીના રૂપિયા માંગ્યાં હતાં. પરંતુ નિકુંજે તેની પાસે રૂપિયા ન હોઇ તેને રૂપિયા આપવાનો ઇનકાર કરતાં તેઓ ત્રણેય એકસંપ થઇ તેને અપશબ્દો ઉચ્ચારવા લાગ્યાં હતાં અને નિકુંજે તેને અપશબ્દો ન બોલવા કહેતાં ત્રણેયે તેના પર હુમલો કર્યો હતો. જેમાં અનિલે નજીકમાં પડેલાં લોખંડના સળિયાથી તેને માર મારતાં તેને ગંભીર ઇજાઓ થઇ હતી. બનાવ અંગે નિકુંજે ભરુચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News