ભરૂચનાં વાગરા તાલુકામાં આવેલાં કલમ ગામે એસઓજીની ટીમે દરોડો પાડ્યો હતો. જેમાં ટીમે એક ભાડાની દુકાનમાં ડિગ્રી વિના મેડિકલ પ્રેક્ટીસ કરનાર બોગસ તબીબને ઝડપી પાડ્યો હતો. બનાવની વિગત એવી છે કે, વાગરા તાલુકામાં આવેલાં કલમ ગામે એક શખ્સ બોગસ તબીબ લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યો હોવાની ચોક્કસ બાતમી ભરુચ એસઓજી ટીમને મળી હતી. જેના પગલે ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો.
જેથી ટીમે કલમ ગામે શિવ મંદિર પાસે ભાડાની દુકાનમાં ડિગ્રી વિના ખાનગી દવાખાનું ખોલી મેડિકલ પ્રેક્ટિસ કરનાર અભિજીત રાજકુમાર વિશ્વાસ (મુળ રહે.નદીયા, વેસ્ટ બંગાળ) નાની ધરપકડ કરી હતી. જયારે ટીમે તેની પાસે ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં નોંધણી કરાવી હોય તેવું માન્યતા પ્રાપ્ત મેડિકલ પ્રેક્ટિસ અંગેનું સર્ટી માંગતાં તેની પાસેથી કોઇ જ પ્રકારના દસ્તાવેજ ન મળતાં ટીમે તેની ધરપકડ કરી તેના વિરૂદ્ધમાં વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application