રાજપીપળાથી અંકલેશ્વરનો રસ્તો ખરાબ હોવાથી દંપતિ તેમની પુત્રી સાથે વાયા મુલદ થઇને કોસંબા જઇ રહયું હતું તે સમયે રસ્તામાં અકસ્માતનો ભોગ બન્યાં હતાં. રાજપીપળા ખાતે રહેતા રસિક મલેક પોતાની પત્ની, પુત્ર અને 6 વર્ષીય દીકરી એલિસાને લઇ કોસંબા જવા નીકળ્યા હતા. જયારે ખરચીથી અંકલેશ્વર સુધી માર્ગ બિસ્માર હોવાથી તેઓ મુલદ થઇ કોસંબા તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન મોતાલી ગામ નજીક આવેલ અમરાવતી નદી બ્રિજ પર તેઓ પસાર થઇ રહ્યા હતા.
તે દરમિયાન ટ્રક ચાલકે તેમની બાઈકને ટક્કર મારતા આખો પરિવાર રોડ પર ફંગોળાયો હતો. જેમાં 6 વર્ષીય એલિસાને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે રસિકભાઈ તેમની પત્ની અને પુત્રને ગંભીર ઇજા પહોંચી હતી જેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application