ભરૂચ પંથકમાં પોલીસે અલગ અલગ બે સ્થળે જામેલી જુગારની મહેફિલ પર પોલીસે રેડ કરતા પોલીસે કુલ 12 લોકોની ધરપકડ કરી હતી, જ્યારે 5 જણા નાસી છુટ્યાં હતાં. જોકે પોલીસે ઝડપાયેલાં આરોપીઓ પાસેથી રોકડાં રૂપિયા 40 હજાર તેમજ એક મોપેડ કબ્જે કરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ભરૂચનાં બહુચરાજી ઓવારા પાસે નદીના પટમાં મોબાઇલની લાઇટનાં અજવાળે કેટલાંક શખ્સો જુગાર રમતાં હોઇ બી ડિવિઝન પોલીસની ટીમે સ્થળ પર રેડ કરી હતી.
આમ, પોલીસે જુગારિયાઓ પૈકી કિશન અશોક ચુડાસમા તેમજ રોહન ધનસુખ મિસ્ત્રીને પોલીસે ઝડપી પાડ્યાં હતાં, જ્યારે શની વસાવા, સઇદ વિટ્ટોરી તેમજ જાકીર ગુલામ શેખ પોલીસને ચકમો આપી નાસી છુટ્યાં હતા. ત્યારબાદ પોલીસે દાવ ઉપર લાગેલાં અને અંગ જડતી કરતા કુલ રૂપિયા 28 હજાર ઉપરાંત તેમજ 2 નંગ મોબાઇલ અને એક મોપેડ કબ્જે કરી તમામ વિરૂદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
જયારે બીજા બનાવમાં નબીપુર પોલીસની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, ઝંઘાર ગામે નવીનગરી પાસે ગૌચરની જગ્યામાં કેટલાંક જુગારિયાઓ બેટરીના અજવાળે જુગાર રમી રહ્યાં હતા. જેના પગલે ટીમે સ્થળ પર જઈ રેડ કરતા વિજય ભીખા વસાવા, મહેશ જગદીશ પાટણવાડીયા, રાહૂલ મેલા વસાવા, કિરણ અંબુ વસાવા, સંજય શના વસાવા, ગણેશ સંતુ વસાવા તેમજ ભીખા મોહન વસાવા ઝડપાઇ ગયાં હતા, જ્યારે દશરથ ભીખા વસાવા અને અંકુર ભુપત પાટણવાડિયા નાસી છુટ્યાં હતાં. જોકે પોલીસે તેમની પાસેથી રોકડ રૂપિયા 12 હજાર જપ્ત કરી તમામ વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500