ભરૂચનાં કિશનાડ ગામે એક ફાર્મ હાઉસમાં LCB પોલીસની ટીમે રેડ કરી ક્લબમાં વપરાતાં કોઇનથી જુગાર રમતા 8 ઇસમોને ઝડપી પાડી રોકડ રૂપિયા 65 હજાર સહિત 1.66 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ભરૂચ LCB પોલીસની ટીમને બાતમી મળેલ હતી કે, કિશનાડ ગામે આવેલા મૈયનુદ્દીન ઇશાક પટેલ (રહે.જોલવા ગામ)નાં ફાર્મ હાઉસમાં ઇશાક મુસા પટેલ અને તેના સાથીઓએ જુગારની મહેફિલ જમાવી છે.
જે બાતમીનાં આધારે પોલીસ ટીમે બાતમી વાળા ફાર્મ હાઉસ પર રેડ કરી ફાર્મ હાઉસનાં એક ઓરડામાં ઇશાક મુસા પટેલ સહિત મુબારક ઇસ્માઇલ પટેલ (રહે.ટંકારિયા ગામ), યુનુસખાન એહમદખાન પઠાણ (રહે.કતપોર બજાર, ભરૂચ), ઇકબાલ અબ્દુલ વલી (રહે.સરનાર), ઇલ્યાસ હસન સૈયદ (રહે.પાલેજ ગામ), ઇમ્તિયાઝ હુસેનમિયા સૈયદ (રહે.ડભોઇવાડ), અશોક મીઠા પરમાર (રહે.જોલવા ગામ) તેમજ મરકન લક્ષ્મણ પટેલ (રહે.સુથિયાપુરા, ભરૂચ) નાઓને જુગારીયાઓને ઝડપી પાડ્યાં હતાં.
ત્યારબાદ પોલીસ ટીમે તેમની પાસે રોકડા રૂપિયા 65 હજાર તેમજ એક બાઇક, 8 મોબાઇલ અને કુલ 228 નંગ કેટ ભરેલાં 19 બોક્ષ સહિત 1.66 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ પોલીસ ટીમે તમામ વિરૂદ્ધ જુગારધારા હેઠળ પાલેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500