અંકલેશ્વરનાં સંજાલી ગામે હોળી ચકલા નજીક ક્રિક્રેટ ગ્રાઉન્ડની પાસે જુગાર રમતા 6 જુગારીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર, પાનોલી પોલીસ મથકનો સ્ટાફ દીવાળીનાં તહેવારો નિમિત્તે વિસ્તારોમાં પેટ્રોલીંગમાં હતાં. તે સમયે સંજાલી ગામે હોળી ચકલા ક્રિક્રેટ ગ્રાઉન્ડની પાસે ઇલેક્ટ્રીક લાઇટના થાંભલા નીચે કેટલાક ઇસમો જુગાર રમી રહ્યાં હતા. તે સ્થળને ચારેય બાજુથી કોર્ડન કરીને રેઇડ કરીને 6 જુગારીઓને જુગાર રમતા રંગે હાથે ઝડપી પાડ્યાં હતાં. આમ, પોલીસે સ્થળ ઉપરથી દાવ પર લગાવેલા રૂપિયા 1,550/- અને અંગ ઝડતીમાંથી મળેલા રૂપિયા 20,650/- મળી કુલ રૂપિયા 22,200/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
જોકે પોલીસ રેડમાં સીનોદ રામરાજ સિંહ (હાલ રહે.સનસાઇન રેસીડેન્સી, અંક્લેશ્વર), કાલીચરણ સુંદરલાલ બ્રીજલાલ લોધી (રહે.સંજાલી, રેસીડેન્સી સ્મશાનની બાજુમાં, અંક્લેશ્વર), જિતેન રામનાયરણ કમલ (રહે.હોલી ચકલા, રમેશના મકાનમાં, સંજાલી, અંક્લેશ્વર), લીલાધર મનુલાલ પ્રજાપતિ (રહે.સંજાલી, રેસીડેન્સી સ્મશાનની બાજુમાં, અંક્લેશ્વર), સંજીવ ઉર્ફે બિનુ મોહરસિંહ ગૌતમ (રહે.એમ.બી.પટેલની બિલ્ડીંગ, અંક્લેશ્વર) અને રામલખન છોટેલાલ રાઠોડ (રહે.સીરાજ બિલ્ડીંગમાં, સંજાલી, અંકલેશ્વર) નાઓને ઝડપી પાડીને જુગાર ધારા કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500