ભરૂચનાં જંબુસર તાલુકામાં આવેલાં માલપોર ગામે ગોપી તળાવ પાસે બાવળિયાની ઝાડીઓમાં જાહેરમાં જુગાર રમતાં 6 જુગારિયાઓને પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, કાવી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે ચોક્કસ બાતમી મળી હતી કે, માલપોર ગામે ગોપી તળાવ પાસે આવેલાં બાવળિયાની ઝાડીઓમાં કેટલાંક શખ્સોએ જુગારની મહેફિલ જમાવી છે. જેના પગલે ટીમે સ્થળ પર દરોડો પાડતાં જુગારિયાઓમાં દોડધામ મચી ગઇ હતી.
જોકે પોલીસે આ રેડમાં ઉદેસંગ જેસંગ પરમાર, મહેશ ઇશ્વર ગોહિલ, વસંત અમરસંગ ગોહિલ, કાનજી છોટુ પરમાર, દિનેશ શંકર માછી તેમજ શંકર મુળજી પરમારને ઝડપી પાડ્યાં હતાં અને તેમની અંગઝડતીમાંથી તેમજ દાવપર લાગેલાં રૂપિયા મળી કુલ 10 હજાર ઉપરાંતની રોકડ રકમ જપ્ત કરી હતી. બનાવ અંગે પોલીસે વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500