Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : જુગાર રમતા 6 જુગારીઓ ઝડપાયા, 5 જુગારી ફરાર

  • November 07, 2022 

ભરૂચનાં ઝઘડિયા તાલુકામાં અલગ-અલગ બે સ્થળોએ દરોડા પાડ્યા હતા અને 6 જુગારિયાઓને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી, જ્યારે અન્ય 5 જુગારી ફરાર થઈ ગયા હતા. મળતી માહિતી અનુસાર, ઝઘડિયાનાં લીભેટ ગામના કાંકરિયા મોરા વિસ્તારમાં ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે જુગારધામ ચાલી રહ્યું છે, તેવી બાતમીના આધારે GIDC પોલીસે દરોડા પાડ્યા હતા.


જોકે પોલીસે સ્થળ પરથી રોકડા 10 હજાર અને 2 નંગ મોબઈલ તેમજ બાઈક મળી કુલ 35 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને લીભેટ ગામના જુગારી ગણપત બુલા વસાવા, સન્મુખ વસાવા, મુન્ના વસાવા અને રાજુ વસાવાને ઝડપી પાડ્યો હતો.

જયારે ઝઘડિયા પોલીસે કપલસાડી ગામના વણાછી ફળિયામાં ચાલતા જુગારધામ પર દરોડા પાડ્યા હતા. જેમાં પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા 10 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ગામના જુગારી જયેશ વસાવા, મુકેશ વસાવાને ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય પાંચ જુગારી ફરાર થઇ ગયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application