Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પોલીસની ખોટી ઓળખ બતાવી છેતરપિંડી આચરનારી ગેંગનાં 5 આરોપીઓ ઝડપાયા

  • January 24, 2023 

ભરૂચ LCBએ આમોદમાંથી પોલીસની ખોટી ઓળખ બતાવી છેતરપિંડી આચરનારી ગેંગનાં 5 આરોપીઓને 16.61 લાખથી વધુનાં મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા, જ્યારે અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, એક ઈસમે આમોદના આછોદ ગામે પ્લાસ્ટીકનાં દાણા બનાવતી કંપનીમાં માલિક સાથે ઓળખાણ છે અને સસ્તા ભાવે મળશે એવું કહ્યું હતું. ત્યારબાદ આરોપીએ તેને નાંણાકીય વ્યવહાર અર્થે ઘરે બોલાવ્યો હતો. દરમિયાન અન્ય ચાર ઈસમોએ ત્યાં આવી પોલીસની ખોટી ઓળખ આપી ફરિયાદી પાસેથી 15 લાખની રોકડ તથા ચેક પડાવી લીધા હતા.



જયારે છેતરપિંડી અંગે ફરિયાદીએ આમોદ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી. આમોદ પોલીસની ચાર ટીમ તથા ભરૂચ LCBએ કુખ્યાત ગેંગને ઝડપી પાડવા માટે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું અને આમોદ તાલુકાનાં આછોદ ગામે દરોડા પાડયા હતા. પોલીસે સ્થળ પરથી 10 મોબાઈલ સહિત 15.60 લાખ રોકડ મળી કુલ 16.61 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે છેતરપિંડી આચરનારા કચ્છનાં ખાલિદ ઉર્ફે જાનુ યાકુબ શીરૂ, આમોદના ઈમ્તિયાઝ ઉર્ફે દેડકો અહેમદ પટેલ, આમોદના હનીફ નિઝામ પઠાણ, આમોદના મહેબૂબ મલેક અને આમોદના સાજીદ ઉર્ફે શકિલ અહેમદ ઈદ્રિશીને ઝડપી પાડ્યો હતો, જ્યારે આમોદનાં પ્રકાશ પ્રજાપતિને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application